Monday, July 8, 2024

sunvilla_admin

spot_img

US group ‘campaign for tobacco-free kids’ placed under PRC

Over the past two years, more than 100 NGOs, including Centre for Policy Research (CPR), Rajiv Gandhi Foundation, Rajiv Gandhi Charitable Trust that is...

IFSCA and NSE IX Lead Direct Equity Listing Summit – Shaping Future of Indian Startups through Direct Equity Listing at GIFT IFSC

The International Financial Services Centres Authority (IFSCA) and NSE International Exchange (NSE IX) in association with 3one4 Capital, and Indian Venture and Alternate Capital...

ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન (મુબંઈ)ના ઉપક્રમે શિશુવિહાર સંસ્થા ની જીવન શિક્ષણ તાલીમ અંતગર્ત બાળકોના સર્વાંગી વિકાસ માટે વાંચન શિબિર યોજાઈ

ભાવનગર તા.૮ મે થી ૧૪ મે દરમ્યાન ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ના સહયોગ થી સંસ્થાના ક્રીડાંગણ ના વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અંતગર્ત બાળકો માં સંસ્કાર...

કમોસમી માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર અંગે માંગ. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત કરતા પ્રા.જે.એમ.તળાવીયા.

અમરેલી : ગુજરાત રાજ્યમાં  કોઈકને કોઈક વિસ્તારમાં પવન સાથે કમોસમી વારસાદ (માવઠું) પડ્યો છે. જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. ઉનાળુ પાકનું વાવેતર જેમ...

Maruti Suzuki delivers high-quality cardiac care to residents of nearly 400 villages around MSIL’s Gujarat facility through Zydus Sitapur Hospital

Cath Lab, a part of the company’s CSR initiatives, completes a year First-of its-kind ‘Cath Lab’ in Sitapur (Gujarat), set up with an investment of Rs....

Sarah Khan Q& A  – Ahsas

Q.1 How excited are you as your show ‘Ahsas’ is now going to be available to Indian audiences through Zindagi? Any message that you...

ક્લબ મહિન્દ્રાના મદિકેરી રિસોર્ટને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ભારતનું પ્રથમ ‘ટ્રીપલ નેટ ઝીરો’ તરીકેનું બહુમાન મળ્યું

મુંબઈ, 15 મે, 2024: મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડની અગ્રણી બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાના મદિકેરી રિસોર્ટને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ભારતનું પ્રથમ ટ્રિપલ નેટ ઝીરો રેટેડ રિસોર્ટ તરીકેનું પ્રતિષ્ઠિત બહુમાન આપવામાં આવ્યું છે. ટ્રિપલ નેટ ઝીરો સન્માન નેટ ઝીરો એનર્જી, નેટ ઝીરો વોટર અને નેટ ઝીરો વેસ્ટ માટે મળ્યું છે. આ રેટિંગ ક્લબ મહિન્દ્રા મદિકેરીને ટકાઉ હોસ્પિટાલિટીમાં નોંધનીય સિદ્ધિ હાંસલ કરાવતાં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરતા એક બેન્ચમાર્ક સેટ કરે છે. ક્લબ મહિન્દ્રા 2024 સુધી કાર્બન ન્યુટ્રિલિટી (નેટ ઝીરો કાર્બન)નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ઈનોવેશન્સ અને પ્રોત્સાહક ફેરફારો કરવા પ્રતિબદ્ધ છે. નેટ ઝીરો સર્ટિફિકેશન વિશે વધુ વિગતોઃ ·         નેટ ઝીરો એનર્જીઃ આ રેટિંગ મળવા પાછળનું કારણ એ છે કે, રિસોર્ટને જેટલી ઉર્જા જરૂરી છે, તેટલી તે ઉત્પાદિત પણ કરે છે. સોલાર એનર્જીના મહત્તમ વપરાશ અને અસરકારક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફત રિસોર્ટ તેની કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ·         નેટ ઝીરો વોટરઃ વોટર મેનેજમેન્ટ (જળ વ્યવસ્થાપન)માં આ નોંધનીય સિદ્ધિ છે. જે પાણીના સંરક્ષણ અને સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. ક્લબ મહિન્દ્રાના જળ સંરક્ષણ માટેના પ્રયાસો તેની ટકાઉ કામગીરી માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ બહુમાન તેની વરસાદી પાણીનો સંગ્રહ, કાર્યક્ષમ સિંચાઈ સુવિધા, અને પાણીની બચત માટે ફિક્શર્સ સહિતની કામગીરીને આભારી છે. ·         લેન્ડફીલ માટે ઝીરો વેસ્ટઃ નાણાકીય વર્ષ 2022-23માં નેટ ઝીરો વેસ્ટ માટે રિસોર્ટને TÜV SÜD સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવ્યો હતો. કચરાનું વિભાજન, ખાતર, રિસાયક્લિંગ અને અન્ય પગલાં સહિત કોમ્પ્રેહેન્સિવ વેસ્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસ (કચરાના વ્યવસ્થાપન પ્રણાલી)ની મદદથી ક્લબ મહિન્દ્રાએ ઝીરો વેસ્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. કર્ણાટકમાં રમણીય પ્રદેશ કુર્ગમાં સ્થિત આ રિસોર્ટ લક્ઝરી, આરામ અને જવાબદાર પ્રવાસન માટે દીવાદાંડી સમાન છે, જે પ્રકૃતિને બચાવવામાં પણ યોગદાન આપી રહ્યો છે. આ રિસોર્ટ 22257.7 ચોરસ મીટરની ઇમારતો સાથે કુલ 126464.26 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. બાકીના વિસ્તારમાં સ્થાનિક છોડ-ઝાડવાઓ, ગાઢ લીલોતરી ઉપરાંત પ્રાણીઓના સંરક્ષણ સાથે હરિયાળા માહોલામાં પ્રકૃતિના ખોળે આવ્યા હોય તેવો અનુભવ કરાવે છે. જેના પગલે રિસોર્ટનું અને આસપાસનું તાપમાન 3°C સુધી ઘટે છે. વધુમાં મોશન સેન્સર નિયંત્રિત વોશરૂમ, રેગ્યુલેટેડ ગીઝર્સ, ટાઈમર કંટ્રોલ્ડ એક્સટર્નલ લાઈટ્સ, હીટ પમ્પ, તથા બીએલજીસી પંખાઓના કારણે અસરકારક વીજ બચત પ્રયાસો પણ કરે છે. જેમાં વાર્ષિક ધોરણે 74.4 kW per m²નો આકર્ષક એનર્જી પર્ફોર્મન્સ ઈન્ડેક્સ નોંધાય છે. જે બ્યૂરોના એનર્જી ઈફિશિયન્સીના વાર્ષિક 313 kW per m²  બેન્ચમાર્ક કરતાં અનેકગણો સારો છે. વધુમાં 70 ટકા પાણીનું રિસાયકલ કરી તેનો કામકાજના સંદર્ભે પુનઃ ઉપયોગ કરે છે. જે રિસોર્ટની ટકાઉપણાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. વધુમાં, મહિન્દ્રાના હરિયાલી પ્રોજેક્ટ હેઠળ હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે પ્રદેશના કુદરતી વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓને આકર્ષે છે. આ પહેલ એક સમૃદ્ધ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે, જે મુલાકાતીઓને  જૈવવિવિધતાનો અનુભવ કરાવે છે. મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડના ચીફ રિસોર્ટ ઓફિસર જુલિયન આયર્સે જણાવ્યું હતું કે, “મહિન્દ્રા ખાતે, અમે ટકાઉ ભાવિ માટે ઝડપી પરિવર્તન લાવવાની હિમાયત અને ભાગીદારીના નિર્ણાયક મહત્વને ઓળખીએ છીએ. હરિયાળા ભવિષ્ય તરફની અમારી સફર 2008માં શરૂ થઈ હતી. ત્યારથી અમે ટકાઉપણા માટે પ્લાન્ટ પોઝિટીવ એપ્રોચ અપનાવ્યો છે. અમે અમારા સંચાલનને ઈકો-ફ્રેન્ડલી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. જે ઈન્ડસ્ટ્રીઝની કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરી પ્રકૃતિને પુનઃજીવિત કરે છે. મદિકેરી ખાતે અમે સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા અને બાયોડાઈવર્સિટી માટે અથાગ પ્રયાસો કર્યા છે. ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img