ભાવનગર તા.૮ મે થી ૧૪ મે દરમ્યાન ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ના સહયોગ થી સંસ્થાના ક્રીડાંગણ ના વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અંતગર્ત બાળકો માં સંસ્કાર – સિંચન અને સારા મૂલ્યો કેળવાય તે માટે વાંચન શિબિર યોજવામાં આવેલ…જીવન માં સારા પુસ્તક ના વાંચન દ્વારા બાળકો માં કેળવણી વિકસે , હાલ મોબાઈલના વધુ પડતાં ઉપયોગ ના લીધે પુસ્તકો નું વાંચન ની ટેવ ઓછી થતી જાય છે..નાના બાળકો ને બહારના પુસ્તકો વાંચવા માટે સમય અને શક્તિ નથી મળતી. મોટેભાગે તેઓ પુસ્તકો પણ વાંચે છે . પરંતુ તે પરીક્ષા આપવા માટેનું વાંચન હોય છે ..વેકેશન ના સમય માં બાળકો પુસ્તક વાંચન થી વંચિત ના રહે તે હેતુ થી જીવન ચરિત્ર તથા બાળ વાર્તા જેવા પુસ્તકનું વાંચન કરી ને નિબંધ લેખન , ચિત્ર પર થી વાર્તા લેખન , પત્ર લેખન તથા ગુજરાતી વ્યાકરણ દ્વારા જોડણી સુધારા લેખન જેવી પ્રવૃત્તિ માં ૪૫ વિદ્યાર્થી ઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો…આ કાર્યક્રમ નું સંકલન સ્કાઉટ શિક્ષક શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી મંગળસિંહ ભાઈ પરમાર એ કર્યું હતું…