Monday, July 8, 2024
HomePoliticsવિપક્ષની એકતા સામે ભાજપ હાર્યું, યુપીની કૈરાના બેઠક ગુમાવી

વિપક્ષની એકતા સામે ભાજપ હાર્યું, યુપીની કૈરાના બેઠક ગુમાવી

Date:

spot_img

Related stories

ICHELIN Guide Dubai 2024 Underpins Emirate’s Status As Culinary Hotspot

● Third edition of MICHELIN Guide Dubai unveiled during...

Anita Bhabhi’s sudden death in a bus accident?

Get ready for a shocking twist in the new...

Good news for people who want to travel to Thailand from Ahmedabad

oing to Thailand will be cheaper A low-cost airline is...

Why eat soil after victory? It was such a moment, see what Rohit Sharma replied

The Indian team reached Delhi from Barbados after winning...
spot_img
The bye-elections were to states in Uttar Pradesh, Maharashtra, Jharkhand, Kerala, and Uttarakhand. In Kairana, where the Opposition united against the BJP, RLD’s Tabassum Hasan won the seat with a wide margin.
The bye-elections were to states in Uttar Pradesh, Maharashtra, Jharkhand, Kerala, and Uttarakhand. In Kairana, where the Opposition united against the BJP, RLD’s Tabassum Hasan won the seat with a wide margin.

નવી દિલ્હી:
ઉત્તર પ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર તથા ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડની એક મળીને કુલ ચાર લોકસભા બેઠક માટે આજે મતગણતરી થઈ રહી છે. સોમવારે ઉત્તર પ્રદેશનાં કૈરાના, મહારાષ્ટ્રનાં પાલઘર અને ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડ લોકસભાની સીટો પર મતદાન થયું હતું. બિહાર, ઝારખંડ, કેરળ, મેઘાલય, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની કુલ મળીને ૧૦ સીટો પર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની બન્ને બેઠકના પરિણામ ભાજપ, શિવસેના, કોંગ્રેસ, એનસીપી માટે ખૂબ મહત્ત્વના છે. ભાજપ અને શિવસેના વચ્ચે કેવો તાલમેલ રહે છે તેનો આધાર આ પરિણામ પર જોવા મળશે. દેશની 4 લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં મોટાભાગના પરિણામો આવી ગયા છે. યુપીમાં ભાજપને ડબલ ઝાટકો વાગ્યો છે. સમાજવાદી પાર્ટીએ ભાજપની નૂરપુર બેઠક છીનવી લીધી છે, તો કૈરાના લોકસભા બેઠક પણ સંયુક્ત વિપક્ષ ઉમેદવારના ખાતામાં જવાનું લગભગ નક્કી છે. બિહારની અરરિયા જોકીહાટમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરએલડીની જીત થઈ છે. આ સિવાય લોકસભાની મહારાષ્ટ્રની પાલઘર બેઠક પર ભાજપની જીત થઈ છે. આવો જાણીએ ભાજપને ક્યાં ફટકો પડ્યો અને વિપક્ષને ક્યાં ફાયદો થયો. ભાજપના હેમંત પટેલ આગળ ચાલી રહ્યા હતા, પણ હવે NCPના ઉમેદવાર આગળ નીકળી રહ્યા છે. ભંડારી-ગોંદિયા બેઠક ભાજપના સાંસદ નાના પટોલેએ આપેલા રાજીનામાના કારણે ખાલી પડી હતી તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. એનસીપીએ જ્યાં મધુકર કુકડેને મેદાનમાં ઉતાર્યા હતા તો ભાજપે હેમંત પટેલ પર વિશ્વાસ મુક્યો હતો. એનસીપીને અહીં કોંગ્રેસે સમર્થન આપ્યું છે. શિવસેનાએ ઉમેદવાર નથી ઉતાર્યો. આ બેઠકનું પરિણામ 2019ની ચૂંટણીને અનુલક્ષીને મહત્વનું માનવામાં આવે છે. પાલઘરમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતની 29 હજાર મતોથી જીત થઈ છે. ગાવિત કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. ભાજપના સાંસદ ચિંતામન વનાગાનું જાન્યુઆરીમાં નિધન થયું હતું જે બાદ આ બેઠક ખાલી પડી હતી. અહીં શિવસેનાએ વનાગાના દીકરા શ્રીનિવાસને મેદાનમાં ઉતાર્યો હતો. નાગાલેન્ડ લોકસભા પેટાચૂંટણીની મતગણતરી પ્રમાણે સત્તારુઢ પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સ (પીડીએ)ના ઉમેદવાર તોખેહો યેપથોમી પોતાના નજીકના પ્રતિદ્વંદ્વી એનપીએફના ઉમેદાવરથી 40,000 કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. ચૂંટણી આયોગના સૂત્રો મુજબ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના યેપથોમીને અત્યાર સુધીમાં 2,15,835 મત મળ્યા છે, જ્યારે વિપક્ષના નાગા પીપલ્સ ફ્રન્ટના સી અપોક જામિરને 1,73,863 મત મળ્યા છે. પીડીએના મુખ્ય ઘટક દળ એનડીપીપી અને ભાજપ છે, જ્યારે કોંગ્રેસે એનપીએફ ઉમેદવારને સમર્થન આપ્યું છે. આ સિવાય ભાજપે નૂરપુરની વિધાનસભા બેઠક ગુમાવી દીધી છે. અહીં એસપી ઉમેદવાર નઈમુલ હસને 10 હજાર મતોથી જીત મેળવી લીધી છે. અહીંના ધારાસભ્ય લોકેન્દ્રસિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું હતું. અહીં ભાજપે તેમના પત્નની અવની સિંહને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. જ્યારે ઝારખંડમાં બન્ને બેઠકો જેએમએમના ખાતામાં ગઈ છે. તો બિહારમાં આરજેડીએ જેડીયુની જોકિહાટ બેઠક છીનવી લીધી છે. આરજેડીના ઉમેદવાર શાહનવાઝ આ બેઠક 41,224 બેઠકોથી જીતી લીધી છે.

  • કૈરાના, ઉત્તરપ્રદેશ – RLDનાં ઉમેદવાર તબસ્સુમ હસનનો વિજય
  • નૂરપુર, ઉત્તરપ્રદેશ – સમાજવાદી પાર્ટીનાં નઈમુલ હસનનો વિજય
  • પાલઘર, મહારાષ્ટ્ર – ભાજપનાં ઉમેદવાર ગાવિત રાજેન્દ્ર ઢેડિયાનો વિજય
  • પલૂસ કડેગામ, મહારાષ્ટ્ર – કોંગ્રેસનાં ઉમેદવાર વિશ્વજીત કદમનો વિજય
  • ભંડારા-ગોંદિયા, મહારાષ્ટ્ર – NCPનાં ઉમેદવાર મધુકર કુકુડે આગળ
  • જોકીહાટ, બિહાર – RJDનાં ઉમેદવાર શાહનવાઝનો વિજય
  • ચેંગન્નૂર, કેરળ – CPMનાં ઉમેદવાર સજી ચેરિયનનો વિજય
  • શાહકોટ, પંજાબ – કોંગ્રેસનાં ઉમેદવાર હરદેવ સિંહનો વિજય
  • સિલ્લી, ઝારખંડ – JMMનાં ઉમેદવાર સીમા દેવીનો વિજય
  • ગોમિયા, ઝારખંડ – JMMનાં ઉમેદવાર બબિતા દેવીનો વિજય
  • રાજ રાજેશ્વરી નગર, કર્ણાટક – કોંગ્રેસનાં ઉમેદવાર મુનીરત્નાનો વિજય
  • મહેશતાલા, પશ્ચિમ બંગાળ – TMCનાં ઉમેદવાર દુલાલ ચંદ્ર દાસનો વિજય
  • નાગાલેન્ડ, લોકસભાની સીટ – NDPPનાં ઉમેદવાર તોખેહો આગળ
  • અંપતિ, મેઘાલય – કોંગ્રેસનાં ઉમેદવાર મિયાની ડિ શિરાનો વિજય
  • થરાલી, ઉત્તરાખંડ – ભાજપનાં ઉમેદવાર મુન્ની દેવી શાહનો વિજય
There is little cheer for the ruling BJP in the bypoll results to Assembly and Lok Sabha announced on Thursday. It has won just one Assembly seat out of 11 and one Lok Sabha seat out of the four for which counting took place today
There is little cheer for the ruling BJP in the bypoll results to Assembly and Lok Sabha announced on Thursday. It has won just one Assembly seat out of 11 and one Lok Sabha seat out of the four for which counting took place today

પેટાચૂંટણીને લઈને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ’આજનાં પરિણામ પરથી સાબિત થઈ રહ્યું છે કે મોદી સરકાર સામે લોકોને કેટલો રોષ છે. અત્યાર સુધી લોકો પુછતા હતાં કે વિકલ્પ શું છે? પરંતુ હવે તો લોકો એમ જ કહી રહ્યાં છે કે મોદી વિકલ્પ નથી, પહેલા તો તેમને જ હટાવો.’
ભંડારા-ગોંદિયા બેઠક માટે ૪૯ બૂથ પર બુધવારે ફરી મતદાન થયું હતું. એ જ રીતે કૈરાનામાં પણ ૭૩ બૂથ પર બુધવારે પુન:મતદાન થયું હતું. પાલઘરમાં સોમવારે થયેલા મતદાનમાં સરેરાશ ૫૩.૨૨ ટકા મતદાન થયું હતું. ભંડારા-ગોંદિયામાં ૫૩.૧૫ ટકા મતદાન થયું હતું. ઈવીએમમાં ગરબડની ફરિયાદને પગલે ૪૯ બૂથ પર ફરી મતદાનનો આદેશ કરાયો હતો. દરમિયાન, કૈરાનાના ૭૩ બૂથ પર બુધવારે યોજાયેલા ફેરમતદાનમાં ૬૧ ટકા જેટલું મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે મંગળવારે ઈવીએમમાં થયેલી ગરબડો પછી ૭૩ બૂથ પર ફેરમતદાનનો આદેશ આપ્યો હતો. અંદાજે ૮૦,૦૦૦ લોકો અહીં મતદાન માટે લાયક હતાં તેમાંથી ૬૧ ટકા લોકોએ મત આપ્યો હતો.

ICHELIN Guide Dubai 2024 Underpins Emirate’s Status As Culinary Hotspot

● Third edition of MICHELIN Guide Dubai unveiled during...

Anita Bhabhi’s sudden death in a bus accident?

Get ready for a shocking twist in the new...

Good news for people who want to travel to Thailand from Ahmedabad

oing to Thailand will be cheaper A low-cost airline is...

Why eat soil after victory? It was such a moment, see what Rohit Sharma replied

The Indian team reached Delhi from Barbados after winning...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here