Friday, July 5, 2024
HomeGujaratAhmedabadભુજની જી.કે જનરલ હોસ્પિ.માં 19 બાળકોનાં મોત, રિપોર્ટ તૈયાર કરી રાજ્યસરકારને સોંપાશે

ભુજની જી.કે જનરલ હોસ્પિ.માં 19 બાળકોનાં મોત, રિપોર્ટ તૈયાર કરી રાજ્યસરકારને સોંપાશે

Date:

spot_img

Related stories

spot_img

કચ્છઃ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં બાળકોનાં મોત મામલે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજની મુલાકાત લેશે. આ હોસ્પિટલની મુલાકાત બાદ આરોગ્ય વિભાગની ટીમ એક રિપોર્ટ પણ તૈયાર કરશે અને બાદમાં તે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.

મહત્વનું છે કે આ હોસ્પિટલમાં છેલ્લાં 17 દિવસમાં કુલ 19 બાળકોનાં મોત નિપજ્યાં છે. અદાણી સંચાલીત આ હોસ્પિટલમાં જે રીતે બાળકોનાં મોત થઇ રહ્યાં છે તે રીતે તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ ક્યા કારણોસર બાળકોનાં મોત થઈ રહ્યાં છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય પહેલા જી.કે જનરલ હોસ્પિટલમાં 13 દિવસમાં 20 બાળકોનાં મોત થયાનો મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો ત્યારે હાલ નવજાત શિશુઓ સહિતનાં બાળકો મૃત્યુ પામવાની ઘટનાને લઇને આ હોસ્પિટલ વિશેષ રીતે ચર્ચાનું કેન્દ્ર બની છે.

તેવામાં આજે કોંગ્રેસનાં આગેવાનો તેમજ વાલીઓએ પણ મેનેજમેન્ટને ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે જી. કે જનરલ હોસ્પિટલનાં સંચાલકો દ્વારા આ આક્ષેપને ફગાવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ એવી પણ માહિતી મળી હતી કે, જી.કે. હોસ્પિટલનાં ICUમાં દાખલ રરથી ર૩ બાળકો પૈકી અનેક બાળકોને વાલીઓ બીકનાં મારે લઈ ગયા હતાં

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here