Monday, March 3, 2025
HomeGujaratરાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ: અંબાજીમાં નદીની માફક પાણી વહેતા થયા,...

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ: અંબાજીમાં નદીની માફક પાણી વહેતા થયા, અમરેલી-કચ્છમાં ભારે પવન સાથે તો સુરેન્દ્રનગમાં કરા સાથે વરસ્યો

Date:

spot_img

Related stories

Priya Thakur and Ayushi Khurana team up for an exciting shoot!

Zee TV’s Vasudha and Jaane Anjaane Hum Mile team...

Amit Shah, Morari Bapu unveil Deendayal Upadhyaya’s statue in Chitrakoot

Union Home Minister Amit Shah and renowned spiritual leader...

Pure EV accelerates expansion with launch of new showroom in Ahmedabad

Pure EV, one of India’s leading electric two-wheeler manufacturers,...

TV Actor Paras Madaan Joins Star Plus’ New Show Pocket Mein Aasmaan

Popular television actor Paras Madaan, known for his roles...
spot_img

ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા હાલ રાજ્યમાં ભરઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો છે. રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને વૈશાખમાં જ અષાઢની યાદ આવી ગઈ હતી. જ્યારે વલસાડ અને કચ્છમાં તોફાની પવન સાથે વરસેલા વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. જૂનાગઢમાં પણ સાંજના સમયે જોરદાર વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવતીકાલે પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાજીમાં વૈશાખમાં અષાઢી માહોલ છવાયો
યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં આજે બપોરના સમયે પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી થયા હતા. વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકો મુસ્કેલીમાં મૂકાયા હતા. અંબાજીની મુખ્ય બજારમાં ચોમાસાની માફક ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છુટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે ધરમપુરના અંતરિયાળ વિસ્તારના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે અનેક વૃક્ષોની ડાળીઓ ધરાશાયી થઈ હતી.
કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
કચ્છમાં પણ આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા, નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
જૂનાગઢમાં કેરીના પાકને નુકસાનની ભીતિ
જૂનાગઢ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરના સમયે શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. જૂનાગઢમાં હાલ કેરીનો મોટાભાગનો પાક તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે જ પવન સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.
સુરેન્દ્રનગરમાં એક દિવસના વિરામ બાદ વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે એક દિવસના વિરામ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર, વઢવાણ અને ચોટીલા પંથકમાં વરસાદ વરસ્યો હતો. વઢવાણના રામપરા, ટીંબા, વાઘેલા, માળો સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ચોટીલાના મોલડી આસપાસના વિસ્તારમાં તો કરા સાથે વરસાદ વરસ્યો હતો.
અમરેલીમાં એક દિવસના વિરામ બાદ વરસાદ
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ બપોર બાદ પલટો આવ્યો હતો. બાબરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ અને દીવાલ ધરાશાયી થયા હતા. અમરેલીના વડેરા, નાના ભંડારીયા, વડીયાના સૂર્યપ્રતાપ ગઢ, બાંટવા, દેવલી, સનાળામાં પણ વરસાદ વરસ્યો હતો.
રાજકોટ લોધિકા આસપાસ વરસાદી માહોલ છવાયો
રાજકોટમાં બપોર બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદને લઈને ઉનાળું પાકનું વાવેતર કરતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
આવતીકાલે પણ રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ધમરોળ્યું હતું અને ધૂળની ડમરીઓ સાથેની આંધી અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી. તેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોચ્યું હતું. હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે. જોકે મોટાભાગના જિલ્લાઓનું વાતાવરણ ગરમ રહેશે. મહત્ત્વનું છે કે, ગઈ કાલ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જો કે સોમવારે સાંજે આવેલા આંધી અને કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તેથી ગઇકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ખૂબ જ ઓછું નોંધાયું હતું.

Priya Thakur and Ayushi Khurana team up for an exciting shoot!

Zee TV’s Vasudha and Jaane Anjaane Hum Mile team...

Amit Shah, Morari Bapu unveil Deendayal Upadhyaya’s statue in Chitrakoot

Union Home Minister Amit Shah and renowned spiritual leader...

Pure EV accelerates expansion with launch of new showroom in Ahmedabad

Pure EV, one of India’s leading electric two-wheeler manufacturers,...

TV Actor Paras Madaan Joins Star Plus’ New Show Pocket Mein Aasmaan

Popular television actor Paras Madaan, known for his roles...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here